ખારીવાડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

- text


મોરબી : મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની વિવિધ કૃતિઓ, વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન, રંગોળી, વિજ્ઞાન ક્વિઝ, વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text