મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંકમાથી 24 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીઓ ફરાર

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મહેશ ઉર્ફે લાલો દેવાભાઈ રૂંઝાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 24 બોટલ કિંમત રૂપીયા 10,065નો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી મહેશ ઉર્ફે લાલો પોલીસને હાથ લાગ્યો ન હતો. ઉપરાંત વિદેશી દારૂના આ ગોરખધંધામાં આરોપી જયદીપ ઉર્ફે લાલો જીલુભાઈ ગોગરાની સંડોવણી ખુલતા પોલીસે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text