મોટી બેને ઠપકો આપતા નાની બેને ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબીના જાંબુડિયા ગામની સીમમાં સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં બનેલો બનાવ

મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં ઓરિસ્સાથી રોજીરોટી કમાવવા આવેલ શ્રમિક પરિવારમાં મોટી બેને પોતાની રડી રહેલી બાળકીની સાર સંભાળ રાખવા માટે નાની બહેનને ઠપકો આપતા માઠું લાગી જતા નાની બેને સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે લેટિગ્રેસ સિરામિક ફેકટરીમાં કામ કરતા ઓરિસ્સાના વતની એવા શ્રમિક પરિવારમાં બહેન સાથે રહેતી સોનાલીબેન ઉર્ફે મામની રાજેન્દ્રભાઇ સુરેન્દ્ર ઉ.17 નામની સગીરાને તેણીની મોટી બહેન મોનતીબેને પોતાની નાની બાળકી રડતી હોય બાળકીની સાર સંભાળ રાખવા માટે ઠપકો આપતા સોનાલીને સારું નહિ લાગતા સોનાલીએ રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text