મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વર્ષોની પ્રતિક્ષાનો અંત : કાંતિલાલ અમૃતિયા

- text


ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી, નાણામંત્રી અને સરકારનો આભાર માન્યો

મોરબી : આજે રજૂ થયેલા બજેટમાં મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વધાવી મોરબીની વર્ષો જુની પ્રતિક્ષાનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.

- text

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે, વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે પ્રતિક્ષાનો અંત આવ્યો છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. જે બદલ તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારનો મોરબી જિલ્લા વતી આભાર માન્યો છે. સાથે જ તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, તમામ પદાધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, વૈશ્વિક ઓળખ ધરાવતા મોરબીના સુનિયોજિત વિકાસ માટે, માળખાકીય સુવિધા માટે સુદ્રઢ વહીવટ માટે મહાનગરપાલિકાના દરજ્જાને આવકારીએ છીએ તેમ જણાવ્યું હતું.

- text