મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ સરકારનો આભાર માનતા પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા

- text


ગુજરાત સરકારે મોરબીના વિકાસ માટે નવા દ્વાર ખોલ્યા : બ્રિજેશભાઈ મેરજા

મોરબી : મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી મોરબી માટે વિકાસના દ્વાર ખુલ્યા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત સરકારના ઐતિહાસિક બજેટને આવકારતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે, આ બજેટ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના સાર્વત્રિક વિકાસનો સ્ત્રોત બની રહેશે. બજેટમાં નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનામાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવશે. સ્માર્ટ આંગણવાડીઓ માટે 1800 કરોડની જોગવાઈ આવકાર્ય છે. વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ ઉમેર્યું છે કે, આ બજેટનું કદ 3,32,465 કરોડનું છે જે ગુજરાત સરકારના ઇતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. સાચા અર્થમાં સુશાસનને રામરાજ્યમાં ચરિતાર્થ કરવામાં ઉપકારક બની રહેશે. પરિવહન ક્ષેત્રે 2500 જેટલી નવી બસ સુવિધા, મોરબી સહિત અન્ય આઠ મહાનગરપાલિકા, કેન્સરની સારવાર માટે 600 કરોડનો નવો પ્રોજેક્ટ માટે. સ્કિલ બંધ યુવાનો તૈયાર કરી 18 થી 60% ની રોજગારીનો ધ્યેય બુકલેટ કરવામાં આવેલ છે. માર્ગ મકાન ક્ષેત્રે 20,642 કરોડની જોગવાઈ, માર્ગ સુવિધા થકી ખૂબ સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ બનાવી શકાશે.

- text

અંતમાં બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો એ મોરબીના લોકોને વર્ષો જૂની લાગણીનો પડઘો છે. આ માંગણી સ્વીકારીને ગુજરાત સરકારે મોરબીના વિકાસ માટે નવા દ્વાર ખોલી આપ્યા છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે સૌના સામૂહિક પ્રયાસો સાર્થક થયા છે. મોરબીની જનતા આ યશની અધિકારી છે .

- text