સાંસદ કુંડારીયા, ધારાસભ્ય દેથરીયાની રજૂઆતો ફળી

- text


મોરબીને મહાનગરનો દરજ્જો આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો

મોરબી : આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે વિવિધ સ્તરે રજૂઆતો કરનાર સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને સફળતા મળી હોવાનું બન્ને આગેવાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે.

- text

સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ આ નિર્ણયને વધાવતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પને સાર્થક કરવા મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત બજેટમાં કરતાં મોરબીની વિકાસયાત્રાને બળ મળશે તેમજ આવનારા દિવસોમાં મોરબી એક વિકસિત નગરી બનીને ઉભરી આવશે. આ સાથે જ તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- text