મોરબીમાં સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ

- text


ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા આદેશ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિકે ઘર બહાર રમતી સાત વરસની બાળકીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા નામદાર મોરબી અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરી 25 હજારનો દંડ ચૂકવવા હુકમ કર્યો છે.

- text

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીના નીચી માંડલ ગામે આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા મોહરસિંગ ઉર્ફે મામૂ જમુનાપ્રસાદ આદિવાસી નામના શખ્સે વર્ષ 2019માં ઘર બહાર રમતી સાત વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા નામદાર મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા આ અંગેનો કેસ ચલાવી 16 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ નીરજ ડી.કારીયાની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપીને વીસ વર્ષની કેદ અને 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સાથો સાથ નામદાર અદાલતે ભોગ બનનારને 4 લાખ વળતર અને 25 હજાર આરોપી દંડ ભરે તે ચૂકવવા હુકમ કર્યો હતો.

 

- text