શક્ત શનાળા ખાતે મહેંદી અને હેન્ડ એમ્બ્રોડરીની નિઃશુલ્ક તાલીમનો પ્રારંભ

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા ખાતે મહિલાઓ માટે મહેંદી અને હેન્ડ એમ્બ્રોડરીની નિઃશુલ્ક તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

- text

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને સીઈડી ગુજરાત લિમિટેડના સંયુક્ત ઉપક્રમે શક્ત શનાળા ખાતે ગઈકાલે તારીખ 10 જાન્યુઆરીના રોજથી મહિલાઓ માટે મહેંદી અને હેન્ડ એમ્બ્રોડરીની નિઃશુલ્ક તાલીમની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓ પગભર થઈ શકે તે હેતુથી આ તાલીમ શરૂ કરવામાં આવી છે. જેમાં ઘણી મહિલાઓએ રસ દાખવીને તાલીમ લેવાની શરૂઆત કરી છે.

- text