હળવદ સદ્દભાવના શૈક્ષણિક સંકુલમાં રમતોત્સવ-2024 યોજાયો

- text


હળવદ: હળવદ સદ્દભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદ્દભાવના, જીતશે સદ્દભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત 1,2,3 જાન્યુઆરી રમતોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે સદ્દભાવના શૈક્ષણિક સંકુલ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ-2024 માં અલગ-અલગ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, ટૂંકી દોડ, લાંબી દોડ, કોથળા દોડ, ઊંધી દોડ, લંગડી દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, દેડકા ચાલ, લીંબુ ચમચી, બિસ્કીટ ખાઉં, કુદણીયા, ચાંદલા ચોડ, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ રમતોત્સવમાં 700 જેટલા શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલકોના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકો, કોચ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text