વાંકાનેર ભાટિયા સોસાયટીમાં માતા અને બે પુત્રીઓની સામુહિક આત્મહત્યા 

- text


અગિયારેક મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યું 

વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં માતા અને બે યુવા વયની દીકરીઓએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યાનું હાલ બહાર આવ્યું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા ઉ.45, તેમની પુત્રી સેજલ ભરતભાઈ ખાંડેખા ઉ.21 અને અંજલી ભરતભાઈ ખાંડેખા ઉ.19 નામની યુવતીએ અગમ્ય કારણોસર આજે પોતાનાઘેર આપઘાત કરી લેતા નાના એવા વાંકાનેર શહેરમાં હાહાકાર મચી ગયો છે. વધુમાં નજીકના વર્તુળોએ જણાવ્યું હતું કે મૃતક મંજુબેનના પતિ ભરતભાઈ ખાંડેખા કપાસની ગાડી ઉતારવાની કામગીરી કરે છે અને આર્થિક રીતે સંપન્ન પરિવારના તેજસ્વી પુત્રએ અગિયારેક માસ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની દહેશતે આપઘાત કરી લેતા માતા તથા બન્ને પુત્રીઓ ગુમસુમ રહેતા હતા અને આજે આ આત્યંતિક પગલું ભરી લેતા ભાટિયા સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- text