વેલકમ 2024 : નવું અઠવાડિયું, નવો મહીનો, નવું વર્ષ, નવાં 365 પાનાં.. ફ્રેશ સ્ટાર્ટ કરવાનો બેસ્ટ ચાન્સ..

- text


નવી આશા, નવી ખુશી, નવા ઉમંગ અને નવા સપનાં.. નવા બકેટ લિસ્ટ સાથે નવા વર્ષનો આજથી શુભારંભ

રોજિંદા જીવનને ‘જરા હટકે’ બનાવવાનો અવસર નવું વર્ષ આપે છે

મોરબી : આજથી ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ અને ખ્રિસ્તી ધર્મનું નવું વર્ષ 2024 સ્ટાર્ટ થાય છે. આ વખતે નવું વર્ષ તો આરંભ થઈ જ રહ્યું છે. સાથોસાથ નવું અઠવાડિયું અને નવો મહીનો પણ શરૂ થઈ રહ્યો છે, જે ફ્રેશ સ્ટાર્ટ કરવા માટે બેસ્ટ ચાન્સ છે. વીતેલું આખું વર્ષ ખટ્ટી-મીઠ્ઠી યાદો આપીને ગયું, હવે નવી તક છે કે નવાં વર્ષમાં સારી યાદો અને સારા અનુભવોનું પલ્લું ભારે બનાવીએ.

રોજિંદા જીવનને જરા હટકે બનાવવાનો અવસર નવું વર્ષ આપે છે. નવા વર્ષમાં પોતાની જાત, પરિવાર, મિત્રો, સમાજ, રાષ્ટ્રને માટે કંઇક કરી છૂટવાની ભાવનાને પ્રબળ કરવી જોઈએ. જૂના સંબંધોને જરૂરી સમય અને સ્પેસ આપીએ. ભૂતકાળની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા અને ભવિષ્યના નિશ્ચિત આયોજનને સફળ બનાવવા માટે વર્તમાનમાં પ્રયાસો કરીએ. તેમજ આઉટ ઓફ બોક્સ આઈડિયાથી બોરિંગ જિંદગીને નવીન બનાવી શકીએ છીએ.

ગુજરાતી નવું વર્ષ હોય કે અંગ્રેજી નવું વર્ષ હોય, નવા વર્ષની શરૂઆતમાં સંકલ્પ લેવાની પરંપરા છે. સંકલ્પ એવા લઈએ કે જે પૂરા કરી શકાય, અઘરા સંકલ્પ સ્ટ્રેસ આપશે અને અધૂરા રહી જશે. જ્યારે સરળ સંકલ્પ પૂરા થશે એટલે વધારે સંકલ્પ લેવાની પ્રેરણા મળશે અને ધીરે-ધીરે નાના-મોટા કામો સંપૂર્ણ થતાં જશે, વિઝન સ્પષ્ટ થતાં જશે અને બકેટ લિસ્ટ બદલાતું જશે.

- text

વર્ષ 2023ને ગુડ બાય કહી દીધા બાદ વર્ષ 2024ને વેલકમ કરતી વખતે આપણી પાસે નવા વર્ષની ડાયરીના 365 પાનાં છે. આ પાનાંઓને નવી આશા, નવી ખુશી, નવા ઉમંગ અને નવા સપનાંથી ભરવાનું આપણા પોતાના હાથમાં છે. ત્યારે નવા બકેટ લિસ્ટ સાથે નવા વર્ષનો આજથી શુભારંભ કરીએ. નવું વર્ષ સુખમય વીતે, તેવી સૌને શુભેચ્છા!

- text