હળવદના રણ વિસ્તારમાં માવઠાથી મીઠાના અગરોને ભારે નુકશાન

- text


અગરિયાઓએ ટીડીઓ મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ કરી

હળવદ : હળવદના રણ વિસ્તારમાં માવઠાથી મીઠાના અગરો તેમજ સોલાર સિસ્ટમને ભારે નુકશાન પહોંચ્યું છે. તેથી અગરિયાઓ બેહાલ થઈ ગયા છે. આથી અગરિયાઓએ ટીડીઓ મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ કરી છે.

- text

હળવદ તાલુકાના રણ વિસ્તારમાં 26ના રોજ આવેલા વાવઝોડા અને કમોસમી વરસાદથી મીઠાનું ઉત્પાદન કરતા અગરીયા પરિવારોના મીઠાના અગરો અને સોલાર સિસ્ટમને મોટું નુકસાન થયું છે. તેમજ માવઠા અને તેજ પવનથી રણ વિસ્તારમાં આવેલા અગરિયાઓના રહેઠાણને પણ ખાસ્સું એવું નુકશાન થયું છે. આથી અગરીયાના પરિવારો મુશ્કેલી મુકાય ગયા છે. તેથી અગરિયાઓએ ટીડીઓ મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી આ નુકશાનીનું વળતર ચુકવવાની માંગ કરી છે. આ ઉપરાંત નર્મદા કેનાલનું પાણી પણ રણ વિસ્તારમાં આવતું હોય મીઠાના અગરો ધોવાઈ જતા થયેલા નુકસાન અંગે પણ ધ્યાન દેવાનું જણાવ્યું છે.

- text