હળવદ પંથકમાં માવઠા વચ્ચે વીજળી પડતા 5 બકરાનામોત, છ ઘાયલ

- text


હળવદ : હળવદ પંથકમાં ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય એમ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે ત્યારે વીજળી પડતા 5 બકરાના મોતના થયા હતા અને છ બકરા ઘાયલ થયા હતા.

- text

હળવદ પંથકમાં આજે સવારથી જ ઘનઘોર વાદળો સાથે ચોમાસુ બેઠું હોય તેમ વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડતાં ભારે ખાના ખરાબી થઈ હતી. જેમાં હળવદના સુંદરગઢ ગામે વીજળી પડતા માલધારી ભાણાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડના 5 બકરાના મોત નિપજ્યા હતા અને છ બકરા ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે.

- text