મોરબી પંથકમાં આજના અઢળક લગ્ન : વાવાઝોડાએ ઠેક-ઠેકાણે મંડપો ઉખાડી ફેંક્યા

- text


સામાકાંઠે અને લીલાપર રોડ વિસ્તાર તેમજ વાંકાનેર તાલુકામાં લગ્ન પ્રસંગો ફિક્કા પડ્યા, કરા અને ભારે પવનથી લગ્નની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું

મોરબી : મોરબી પંથકમાં આજે અઢળક લગ્નો છે. તેવામાં આજે સવારે વાવાઝોડા સાથે કરા પડતા મોટાભાગના લગ્નના મંડપો ઉખડી ગયા હતા. જેને કારણે લગ્નો ફિક્કા પડ્યા છે. ઉપરાંત અનેક લગ્નોમાં તો લગ્નવિધિ માટે સ્થળ ફેરવવાની પણ નોબત આવી છે.

મોરબી પંથકમાં આજે સવારે માવઠા સાથે કરા વરસ્યા હતા. સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો. તેવામાં હાલ લગ્નની સિઝન ચાલી રહી હોય, લગ્નપ્રસંગને ભારે અસર થઈ છે. અનેક મંડપો અને પાર્ટી પ્લોટમાં નુકસાન પહોંચ્યું છે. જેને કારણે લગ્નપસંગોમાં દોડાદોડી પણ થઈ ગઈ હતી. સામાકાંઠે વિદ્યાનગર સોસાયટીમાં પણ આવી જ ઘટના બની હતી. જ્યાં ચાલુ વિધિએ લગ્નનો મંડપ ઉડી ગયો હતો.

- text

આ અંગે મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા તેજસભાઈ બારાએ જણાવ્યું કે આજે મોરબી સહિતના વિસ્તારોમાં અઢળક લગ્ન પ્રસંગો છે. માવઠા અને પવનથી સામાકાંઠા વિસ્તારમાં, લીલાપર રોડ વિસ્તારમાં તેમજ વાંકાનેર પંથકમાં ભારે અસર રહી હતી. આ વિસ્તારોમાં અનેક સ્થળોએ લગ્નપ્રસંગ માટે નખાયેલ મંડપો ઉખડી ગયા છે. આ ઉપરાંત લીલાપર રોડ ઉપર અનેક પાર્ટી પ્લોટમાં પણ નુકસાન નોંધાયું છે.

- text