મોરબીમાં વધુ એક સોસાયટીમાં કુતરાનો આતંક, 3 લોકોને બચકા ભર્યા

- text


મોરબી : મોરબીમાં થોડા દિવસ પહેલા સામાં કાંઠે 20 જેટલા લોકોને કૂતરું કરડ્યું હતું ત્યારે મોરબીના વધુ એક વિસ્તારની સોસાયટીમાં એક કુતરાએ 3 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોકમાં આવેલ રિલાઇન્સ નગર, ગોકુલ બેકરી વાડી શેરીમાં ગઈ કાલે એક કૂતરૂ હડકાયું થયું હતું. એક 7 વર્ષના બાળક, એક 14 વર્ષની તરૂણ સહિત 3 લોકોને કરડ્યું હતું. ત્યારે આ સોસાયટીના લોકોને બહાર નીકળતા પણ બીક લાગે છે. આથી પાલિકા તંત્ર આવા કૂતરાને પકડી યોગ્ય કાર્યવાહી કરે એવી લોકો માંગ કરી રહ્યા છે

- text

- text