મોરબીમાં મજાક મસ્તી કરવાની ના પાડતા યુવાન ઉપર હુમલો

- text


મોરબી : મોરબીના રોહિદાસપરામાં મજાક મસ્તી કરવાની ના પાડનાર યુવાનને લાકડી વડે માર મારી ફ્રેક્ચર કરી નાખી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રોહિદાસપરામાં રહેતા પરસોતમભાઈ હીરાભાઈ ચાવડાની આરોપી કિશોરભાઈ મુળજીભાઈ ચાવડા મજાક મસ્તી કરતા હોય મજાક મસ્તી કરવાની ના પાડતા આરોપી કિશોરભાઈએ પરસોત્તમભાઈને ગાળો આપી હાથમાંઆ લાકડી મારતા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને આરોપીએ જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text