મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત ડો.દીપેન પટેલ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડી

 

ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરેના નિષ્ણાંત

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ તા.25ને શનિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.

અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર સેન્ટર કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો. દીપેન પટેલ આગામી તા.25 નવેમ્બરને શનિવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે આવેલ બીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

ડો.દીપેન પટેલ (MS M.ch) મોઢા અને ગળાના કેન્સર સર્જન છે. તેઓ ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે બીમારીના નિષ્ણાંત છે. તેઓ 4000થી વધુ કેન્સર શસ્ત્રક્રિયાનો તથા 17000થી વધુ કેન્સર દર્દીઓની સારવારનો અનુભવ ધરાવે છે.

કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર સેન્ટરના નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

https://f.io/JVlvXCxT

ઓપીડી : તા.25 નવેમ્બર
સ્થળ : સ્પર્શ ક્લિનિક
ઉમિયા હોલ સામે,
શનાળા રોડ, મોરબી
સમય : 4:30 થી 6:30
મો.નં. 6357094220
મો.નં. 9879603030