મોરબીના ડાયમંડનગર નજીક આવેલા જીનિંગ મિલમાંથી 22 ઇલેક્ટ્રિક મોટરની ચોરી 

- text


30 ઓક્ટોબર બાદ થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના આમરણ નજીક ડાયમંડ નગર પાસે આવેલ જીનિંગ મિલમાંથી અજાણ્યા તસ્કરો જિનના ચરખાની 22 મોટર ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગર પાસે આવેલ પુરુષાર્થ જીનિંગ મિલમાં ગત તા.30 ઓક્ટોબર બાદ કોઈપણ સમયે અજાણ્યા તસ્કરો જિનમિલના શેઇડની બારી તોડી રૂપિયા 1.98 લાખની કિંમતની જિનના ચરખામાં લગાડવામાં આવતી 22 મોટર ચોરી કરી લઈ જતા રાજેશભાઇ દયાળજીભાઈ બોડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો ફરિયાદ નોંધાવી છે.

- text