મોરબીના બરવાળા ગામે મીઠો લીમડો તોડવા ગયેલ પરિણીતાને પાડોશી દંપતીએ પતાવી દેવાની ધમકી આપી

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા પરિણીતા શેરીમાં આવેલ મીઠા લીમડાના ઝાડમાંથી મીઠો લીમડો તોડવા જતા પડોશમાં રહેતા દંપતીએ ગાળાગાળી કરી પરિણીતાને જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે વણકર વાસમાં રહેતા તેજસ્વીબેન દિલીપભાઈ ડાભી નામના પરિણીતા શેરીમાં આવેલ મીઠા લીમડાના ઝાડમાંથી મીઠો લીમડો તોડવા જતા પડોશમાં રહેતા કાંતિભાઈ કરશનભાઇ પરમાર અને તેમના પત્ની કંચનબેન કાંતિભાઈ પરમારે તેજસ્વીબેન સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text