માળીયાના દહીંસરા નજીક હિટ એન્ડ રન : પુત્ર,પુત્રી અને પિતાનું મોત

- text


ગઈકાલે મોડીરાત્રે બનેલા બનાવમાં પત્ની અને ઇજાગ્રસ્ત બાળકીને રાજકોટ સિવિલમા ખસેડાયા

મોરબી : માળીયા તાલુકાના દહીંસરા ગામ નજીક અજાણ્યા વાહને બાઈક ઉપર જઈ રહેલા નાના દહીંસરા ગામના પાણી પુરીના ધંધાર્થી એવા મૂળ મધ્યપ્રદેશના વતની પતિ, પત્ની અને ત્રણ બાળકોને હડફેટે લઈ અકસ્માત સર્જતા આ હિટ એન્ડ રનના અકસ્માતમાં પત્નીની નજર સામે બે બાળકો અને પતિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલ પત્ની અને એક બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અને પાણીપુરીનો ધંધો કરતા કલ્પેશભાઈ પટેલ અને તેમના પત્ની લક્ષ્મીબેન પોતાના ત્રણ નાના બાળકો સાથે પીપળીયા ચાર રસ્તા નજીક બર્થડે પાર્ટી મનાવી પરત ઘેર જતા હતા ત્યારે દહીંસરા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા અકસ્માતમાં કલ્પેશભાઈ પટેલ ઉ.35, તેમની ત્રણ વર્ષનો પુત્ર શુભમ અને બે વર્ષની પુત્રી પરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

- text

વધુમાં માળીયા પોલીસે જણાવ્યું હતું અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો અને આ અકસ્માતમાં કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન અને બે વર્ષની બીજી પુત્રી ખુશીને ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જ્યાં લક્ષ્મીબેનનો એક હાથ કાપવો પડ્યો છે. હાલમાં હિટ એન્ડ રનના આ બનાવમાં માળીયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text