વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનનું નિધન 

- text


વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમાં તેમજ રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.

ધારાસભ્ય જીતુભાઈના પત્ની જ્યોત્સનાબેન સોમાણી પણ અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હોય અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા હતા.

- text

- text