ઇરફાને છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું : ફરિયાદ દાખલ

- text


ત્યકતા યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમા પરિચયમાં આવ્યા બાદ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ પંચાસર રોડ ઉપરથી અપહરણ કરી જઘન્ય ગુન્હાને અંજામ આપ્યો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપરથી ગઈકાલે મોરબી ગ્રામ્ય વિસ્તારની વતની ત્યકતા યુવતીનું અપહરણ કરી નાના દહીંસરા ગામે વાડીએ લઈ જઈ ઇરફાન નામના શખ્સે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના અતિ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ થઈ છે.

આ ચકચારી બનાવની વિગતો જોઈએ તો મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને પાંચ વર્ષ પહેલા છૂટાછેડા લેનાર યુવતી સાથે નાના દહીંસરા ગામનો ઇરફાન અલીભાઈ સુમરા ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવ્યો હતો અને આ પરીચય ગાઢ બનતા બન્ને વચ્ચે વાતચીત અને વિડીયોકોલનો સિલસિલો ચાલ્યો હતો. જે બાદમાં યુવતીના ભાઈને સમગ્ર હકીકતની જાણ થતા યુવતીએ ઇરફાન અલીભાઈ સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને મોરબી ખાતે ભાઇ સાથે રહેવા લાગી હતી.

- text

બીજી તરફ ત્યકતા યુવતીએ સંબંધો કાપી નાખતા રઘવાયા બનેલા ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી યુવતીનું મોરબીના પંચાસર રોડ ઉપરથી ગઈકાલે અપહરણ કરી નાના દહીંસરા ગામે આરોપી ઇરફાન તેના મામાની વાડીએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજારવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

દરમિયાન સમગ્ર મામલો મોરબી – માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ધ્યાને આવતા યુવતીના પરિવારજનોને હિંમત આપતા અંતે આ બનાવમાં નાના દહીંસરા ગામના રહેવાસી આરોપી ઇરફાન અલીભાઈ સુમરા ઉ.27 વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text