માળીયાના નાના દહીંસરા ગામે દુષ્કર્મના આરોપીનું ઘર સળગાવાયુ

- text


પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબી ગ્રામ્યની યુવતી સાથે દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર નરાધમ શખ્સનું માળીયાના નાના દહીંસરા ગામે આવેલું ઘર અજાણ્યા લોકોએ સળગાવી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીના ઘરમાં કોણે આગ લગાડી કે કોઈ સ્ટંટ છે તે અંગે માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

- text

મોરબીમાં રહેતી અને છુટાછેડા થયેલી ત્યકતા યુવતીને ગઈકાલે નાના દહીંસરા ગામના આરોપી ઈરફાન અલીભાઈ સુમરાએ અપહરણ કરીને તેણીને ધાક ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચરવાની સાથે છરીની અણીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ પોતાના માળીયાના નાના દહીંસરા ગામની સીમમાં પોતાના મામાની વાડીએ લઈ જઈ છરીની અણીએ કુકર્મ આચરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા આરોપીને માળીયાના નાના દહીંસરા ગામે આવેલા ઘરમાં કોઈ અજાણ્યા લોકોએ આગ ચાંપી દીધી હતી અને ઘરને સળગાવ્યું હતું. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દુષ્કર્મના બનાવનો ખાર રાખીને કોઈએ આરોપીનું ઘર સળગાવ્યું કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરી છે.

- text