વાંકાનેરના જીનપરા ગરબી મંડળના કેડિયારાસે જમાવ્યું આકર્ષણ, એક સદીથી ચાલતી પરંપરા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરનાં જીનપરા ચોકમાં જીનપરા ગરબી મંડળ દ્વારા છેલ્લી એક સદીથી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જીનપરા ગરબી મંડળ દ્વારા યોજાતા પરંપરાગત કેડિયારાસે અનેરું આકર્ષણ જણાવ્યું છે. જીનપરા ગરબી મંડળ દ્વારા પરંપરાગત કેડિયારાસ રમવામાં આવે છે.

જીનપરા ગરબી મંડળ 103 વર્ષથી આ સનાતની પરંપરા જાળવી રાખવાં નવરાત્રી દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આયોજક કિર્તીકુમાર વ્યાસનાં જણાવ્યાં મુજબ ભારતીય સુરક્ષા સૈનિકોને વિરાંજલિ, વિવિધ વેશભૂષા, પ્રાચીન કેડિયારાસ, ડાન્સ કોમ્પિટીશન સહિતના સનાતન સંસ્કૃતિના કાર્યક્રમો યોજવા ગરબી મંડળ હંમેશા તત્પર રહે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીનપરા ગરબી મંડળ દ્વારા કોઈ પણ ખેલૈયા માટે કોઈ ફી નથી લેવામાં આવતી. તેમજ ગરબી મંડળ દ્વારા પ્રેક્ટિસના સમયથી જ ખેલૈયાઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આજે બાળકો મોબાઈલ પર પોતાનો સમય કાઢે છે ત્યારે જીનપરા ગરબી મંડળના ખેલૈયાઓ અને કાર્યકર્તાઓ સનાતન સંસ્કૃતિને જાળવવા લગભગ એક મહિના કરતાં પણ વધારે સમયથી બાળકોને પ્રાચીન કેડિયારાસ શીખવવા સતત મહેનત કરતાં હોય છે.

- text

- text