મોરબીની શોભાકુંજ સોસાયટીમાં આઠમા નોરતે માતાજીની વિશેષ આરતી

- text


મોરબી : મોરબીના અવની રોડ પર આવેલી શોભાકુંજ સોસાયટીમાં રહીશો દ્વારા નવરાત્રિના આઠમા નોરતે માતાજીની આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે આઠમા નોરતે શોભાકુંજ સોસાયટીમાં આઠમની આરતી યોજાઈ હતી. જેમાં સોસાયટીના તમામ સભ્યો દ્વારા હાથમાં લોટના બનાવેલા કોડીયાના દિવડા રાખીને માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આ દિવડાને જમીનમાં દાટવામાં આવશે જેથી જમીનમાં રહેલા કીડી સહિતના નાના-મોટા જીવો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. આમ જીવ-જંતુ બચાવવાની એક પહેલ સાથે પરંપરાગત રીતે આરતી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, શોભાકુંજ સોસાયટીમાં દરરોજ પ્રાચીન ગરબી રમાડવામાં આવે છે.

- text

- text