સંકલ્પ નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે આઠમની મહાઆરતી કરાઈ 

- text


આઠમની રાત્રે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયના બાળાઓ મન મુકીને રાસ ગરબે ઝૂમી ઉઠ્યા

મોરબી : મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. ત્યારે ગઈકાલે આઠમની રાત્રે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયની બાળાઓને બોલાવી તેમના હસ્તે આઠમની મહાઆરતી કરાવવામાં આવી હતી. આઠમની રાત્રે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયના બાળકો મન મુકીને રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા.

મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે નવરાત્રી અને ગરબાનો આનંદ માળી રહ્યા છે. જેમાં ગઈકાલે આઠમની રાત્રે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયના બાળકોને વાહનોમાં લઇ આવી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબે રમાડવામાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયના બાળકો મન મુકીને રાસ ગરબે રમ્યા હતા. તેમજ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આ વૃદ્ધો અને બાળકોના હસ્તે આઠમની સૌથી મોટી મહાઆરતી કરાવવામાં આવી હતી. વૃદ્ધાશ્રમના વૃદ્ધો સંતાનો કરતા પણ વિશેષ યંગ ઇન્ડિયા ગ્રુપનો પ્રેમ જોઈને ગદગદિત થઈ ગયા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયના બાળકોએ આરતી અને રાસ ગરબાનો લાભ લઈને જે આનંદ વ્યક્ત કર્યો હતો એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે.

- text

- text