મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ગરબાનું વિશિષ્ટ આયોજન

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અર્વાચીન ગરબા મહોત્સવની વચ્ચે મોરબીની ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર-6માં દરરોજ ગરબાનું વિશિષ્ટ આયોજન કરાય છે.

ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 6માં છેલ્લા 16 વર્ષથી દર વર્ષે ગરબી યોજાય છે અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. મહિલાઓ અને દીકરીઓ ટ્રેડિશનલ વેશભૂષામાં તૈયાર થઈને દરરોજ ગરબા રમે છે અને આદ્યશક્તિની આરાધના કરે છે.

- text

- text