6 ઓક્ટોબરે મોરબી પાલિકાના 5 ટ્રેક્ટર અને 5 ટ્રોલીનું લોકાર્પણ 

- text


મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે 

મોરબી : સફાઈ અભિયાનને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા 40 લાખના ખર્ચે 5 ટ્રેક્ટર તથા 5 ટ્રોલી બનાવવામાં આવી છે. ત્યારે આ ટ્રેક્ટર અને ટ્રોલીનું આવતીકાલે તારીખ 6 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવશે.

મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની સફાઈ વ્યવસ્થા સુધરવા 40 લાખના ખર્ચે બનેલી 5 ટ્રેક્ટર અને 5 ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મચ્છુ નદીની સઘન સફાઈ ઝુંબેશ અને મહેન્દ્ર ડ્રાઇવની કાળા પથ્થરની દીવાલમાં ઉગી ગયેલા બાવળ દૂર કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી ટ્રાફિક વ્યવસ્થાના નિયમન માટે અગત્યના એવા નટરાજ ફાટક પરના ઓવરબ્રીજ બનાવવાના મંજૂર થયેલા રૂપિયા 35 કરોડનો ચેક માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવશે. આવતીકાલે તારીખ 6 ઓક્ટોબરને શુક્રવારના રોજ સવારે 8:30 કલાકે મોરબીના મચ્છુ નદી પર બેઠા પૂલ પાસે વાઘજી ઠાકોરસાહેબની પ્રતિમાની બાજુમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રીઓ રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, અન્ય પદાધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોરબી શહેરના નગરજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પઠાવામાં આવ્યું છે.

- text

- text