મોરબી સિવિલમા હાડકાના દર્દીઓને હાડમારી, દર્દીઓમાં રોષ

- text


હાકડાના દુખાવાના દર્દીઓને ટોકનને બદલે કલાકો સુધી લાઈનમાં ઉભા રાખતા ભારે મુશ્કેલી પડી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ડોકટર પાસે રૂટિન તપાસ માટે ટોકન સિસ્ટમ અમલી હોવા છતાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ટોકન ન આપતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો હતો અને હાકડાના દુખાવાના દર્દીઓ ટોકનને બદલે કલાકો સુધી લાઈનમાં ઉભા રાખતા ભારે મુશ્કેલી પડી હતી.

- text

મોરબીના રહીશ દિલીપભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તેઓ આજે પત્નીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલમાં હાકડાના સર્જનને બતાવવા ગયા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં કોઈપણ ડોકટરને દેખાડવું હોય તો ટોકન વ્યવસ્થા અમલી છે. પણ આ ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓને ટોકન જ આપવામાં આવતા નથી અને દર્દીઓને લાઈનમાં ઉભા રાખી દેવામાં આવે છે. એક તો આવા દર્દીઓ હાડકાના દુખાવાથી પીડિત હોય અતિશય દુખાવો થતો હોય ત્યારે જ ડોકટર પાસે આવે છે. એમાં કલાકો સુધી આવા દુખાવાના દર્દીઓને લાઈનમાં ઉભા રાખવાના આવે તો તેમને વધુ દુખાવો થઈ શકે છે. આમ છતાં પણ આજે હાકડાના દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા મજબૂર કરી દીધા હતા. તેથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી.

- text