રાજ્યમાં ફરી મેઘો જામશે ! આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

- text


મોરબી : રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે છેલ્લા અઠવાડીયાથી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેના કારણે ફરીથી વરસાદનું જોર વધ્યું છે. આજે પણ રાજ્યના 42 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

- text

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના પગલે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 25 થી 29 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જે પૈકી કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

- text