વાંકાનેરના દેરાળા ગામે વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી ઓઈલની ચોરી 

- text


ઓઇલ ચોર વિરુદ્ધ પીજીવીસીએલના અધિકારીએ નામજોગ ફરિયાદ નોંધાવી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં વાડી માલિકે પીજીવીસીએલના વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી ઓઇલ ચોરી કરી લેતા આ મામલે ઓઇલ ચોર વિરુદ્ધ પીજીવીસીએલના અધિકારીએ નામજોગ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં વાડી ધરાવતા આરોપી પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયાએ વીજ કંપનીના વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી રૂપિયા 15,102ની કિંમતનું 180 લીટર ઓઇલ ચોરી પોતાની વાડીની ઓરડીમાં છુપાવી રાખતા કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદચંદ્ર ધુલીયા, પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી, વાંકાનેર દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text