મોરબીમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામમાં ચાર મહિલા સહીત નવ જુગારી પકડાયા 

- text


પ્રભુકૃપા ટાઉનશીપમાં આવેલ ફોરસ્કવેર –1 એપાર્ટમેન્ટમાં એલસીબી ટીમે દરોડો પાડ્યો 

મોરબી : મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં મૂળ મહેસાણાના રહેવાસી ટ્રેડિંગના ધંધાર્થી યુવાને ફ્લેટમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ ચાર મહિલા સહિતના 9 જુગારીઓ રોકડા રૂપિયા 84,500 સાથે ઝડપાઇ ગયા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, પ્રભુકૃપા ટાઉનશીપમાં મૂળ મહેસાણાના રહેવાસી ટ્રેડિંગના ધંધાર્થી પ્રદિપ દશરથભાઇ પટેલે પોતાના ફોરસ્કવેર –1 એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટમાં જુગારધામ શરૂ કર્યું છે, જે બાતમીને આધારે એલસીબી ટીમે છાપો મારતા જુગાર રમી રહેલા આરોપી પ્રદિપ દશરથભાઇ પટેલ, અંકિત દશરથભાઇ પટેલ, નિજામભાઇ કરીમભાઇ જેડા, નિલેષ મનસુખભાઇ વાડોલીયા, ભીખુભાઇ વનરાવનભાઇ ઠકરાર, નુતનબેન નવીનભાઇ વાઢારા, સંગીતાબેન અજયભાઇ સોલંકી, ચેતનાબેન નવીનભાઇ લુહાર અને સોનલબેન હિતેષભાઇ નાગહ રોકડા રૂપિયા 84,500 તેમજ 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20 હજાર સહીત 1,04,500ના મુદામાલ સાથે પકડાઈ ગયા હતા. જુગાર દરોડા મામલે એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text