ભારે વરસાદને કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી અનેક ટ્રેનો રદ

- text


મોરબી : પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે રાજકોટ ડિવિઝન થી પસાર થનારી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. અનેક ટ્રેન રદ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેની સતાવાર યાદી મુજબ રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે.

1) 18 સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ.

2) 18 સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ.

શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો

1) 17 સપ્ટેમ્બર 2023ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.

- text

2) 17 સપ્ટેમ્બર 2023 ના રોજ, પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને વિરમગામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.

ટ્રેનો ના સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- text