મિશન ચંદ્રયાન-3 : ચંદ્રની સપાટીના તાપમાન માપવાનું શરુ 

- text


લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનના પ્રયોગો વિષે ઇસરોએ ટવીટર ઉપર જાણકારી આપી 

મોરબી : મિશન ચંદ્રયાન જોરશોરથી આગળ ધપી રહ્યું છે, ભારતીય અવકાશ સંસ્થા ઈસરો દ્વારા ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતા પૂર્વ લેન્ડિંગ કર્યા બાદ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન દ્વારા અવલોકનો અને પ્રયોગો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઇસરોએ ટવીટર ઉપર જાણકારી આપતા જણાવ્યું હતું કે, રોવર દ્વારા ચંદ્રમાં ઉપરની માટીના તાપમાન માપવાનું શરૂ કર્યું છે અને એક ગ્રાફ પણ શેર કર્યો છે.

ઇસરોએ ટવીટર ઉપર રવિવારે માહિતી આપતા જાહેર કર્યું હતું કે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનના ChaSTE એટલે કે ચંદ્રમાંના સપાટી ઉપરના થર્મોફિઝિકલ પ્રયોગ શરૂ કરવામાં આવ્યા છે જે અન્વયે ચંદ્રની સપાટીના તાપમાનને સમજવા માટે, દક્ષિણ ધ્રુવની આસપાસની ચંદ્રમાની માટીના તાપમાન પ્રોફાઇલને માપવામાં આવી રહ્યું છે. ઇસરોના રોવર પ્રજ્ઞાના સાધનો ચંદ્રમા ઉપરની સપાટીની નીચે 10 સે.મી.ની ઊંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ હોવાનું અને તાપમાન તપાસવા માટે અલગ અલગ દસ સેન્સર સાથે ફીટ કરવામાં આવ્યા છે.

- text

આ સાથે જ ઇસરોએ ટવીટર ઉપર ચંદ્રયાન-3ના પ્રયોગો અંગેનો એક ગ્રાફ પણ શેર કર્યો છે જે વિવિધ ઊંડાણો પર ચંદ્રની સપાટી નજીકના તાપમાનના ફેરફારોને દર્શાવે છે, ઉલ્લેખનીય છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની પ્રથમ પ્રોફાઇલ હોવાનું અને હજુ પણ વિગતવાર અવલોકન ચાલુ હોવાનું ઈસરો દ્વારા જણાવાયું છે.

- text