ટ્રાફિકજામમાં બેકાબુ બનેલા ટ્રકે કાર, બાઈક અને છકડો રીક્ષાને ઠોકરે ચડાવ્યા 

- text


મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્મલ જ્યોત પેટ્રોલપમ્પ પાસે બનેલી ઘટના 

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્મલ જ્યોત પેટ્રોલપમ્પ પાસે ટ્રાફિકજામ વચ્ચે અચાનક એક બેકાબુ ટ્રક ઘુસી આવતા કાર, ઇલેક્ટ્રિક બાઈક અને છકડો રીક્ષાને ઠોકર મારી નુકશાન પહોંચાડતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્મલ જ્યોત પેટ્રોલપમ્પ પાસે ટ્રાફિકજામ હોય મોરબીના સીરામીક રો-મટિરિયલના ધંધાર્થી દિલિપભાઇ વાઘજીભાઇ જીવાણી, રહે. વિજયનગર, નરસંગ ટેકરીની બાજુમા રવાપર રોડ મોરબી વાળા પોતાની એમ.જી.હેકટર કાર એસટી બસની પાછળ ઉભી રાખી ઉભા હતા ત્યારે અચાનક પાછળથી આવેલા GJ-07-VW-9511 નંબરના ટ્રક ચાલકે કારને ઠોકર મારવાની સાથે એક ઇલેક્ટ્રિક બાઈક અને છકડો રીક્ષાને હડફેટે લઈ ઠોકર મારી નુકશાન પહોંચાડતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text