ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા શિવાજીના જીવન પર વિચારગોષ્ઠી યોજાઈ

- text


મોરબી : आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા NIT ભોપાલના નિવૃત પ્રાધ્યાપક, લોકપ્રિય લેખક અને વક્તા સદાનંદજી સપ્રેજીની वर्तमान भारतके परिप्रेक्ष्यमें शिवाजी महाराजकी शुरवीरता, शासनव्यवस्था और सुराज्यका महत्व વિષય પર એક વિચારગોષ્ઠીનું આયોજન મોરબીના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમા અતિથી વિશેષ તરીકે મોરબીના અગ્રણી ઉધોગપતિ અને વિચારક કે. જી. કુંડારીયા તથા મોરબીના જાણીતાં લેખક વક્તા અને બાળરોગ નિષ્ણાંત ડો. સતિષભાઈ પટેલ તથા મોરબીના પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું 350મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે શિવાજી મહારાજના જીવન તેમજ વર્તમાન સંદર્ભમાં તેમાંથી ગ્રહણ કરવા જેવા આદર્શોની સમજ મુખ્ય વક્તા સદાનંદ સપ્રેજીએ આપી હતી. અતિથી વિશેષ તરીકે કે. જી. કુંડારીયાએ વર્તમાન સમયમાં આ પ્રકારના કાર્યોની આવશ્યકતા તથા વિચાર મંચની ભુમિકાને બિરદાવી હતી. ડો. સતિષભાઈ પટેલે આ પ્રકારના આયોજન માટે ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓને અભિનંદન આપી શિવાજી મહારાજના જીવનને આદર્શ ગણાવ્યું હતું. ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વાગતની સાથે શિવાજી મહારાજના જીવનમાંથી અપનાવવા યોગ્ય શુરવિરતા, સંયમ, સુરાજ્ય, શાસનપદ્ધતિ, સાથીઓ પ્રત્યેનો સ્નેહ, સમર્પણ અને સંગઠનની સમજ આપી હતી.

- text

કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશભાઈ પટેલે તથા આભાર દર્શન શૈલેષભાઈ કાલરીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી, સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજા, મિલનભાઈ પૈડા, શૈલેષભાઈ કાલરીયા, જશવંતભાઈ મીરાણી, પ્રકાશભાઈ ઠોરીયા, ચંદ્રકાંતભાઈ, ઉમેશભાઈ પટેલ, જય પંડ્યા, નિરજ ત્રિવેદી, મનીષભાઈ યાજ્ઞિક, રવિભાઈ ઝાલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text