રંગપર આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ગામોમાં ક્લોરીનેશન ઝુંબેશ ચલાવવામાં આવી

- text


મોરબી : હાલ વરસાદી વાતાવરણ હોય તેમજ તહેવારોની પણ મોસમ જામી હોવાથી લોકોની આરોગ્ય સુખાકારી હેતુસર રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતા તમામ ગામોમાં ક્લોરીનેશન ઝુંબેશ ચલાવવામાં આવી છે.

લોકોને શુદ્ધ પીવા માટેનું પાણી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેની સુચના ડો.ડી.વી.બાવરવાના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાહુલ કોટડીયાના સહયોગથી પ્રા.આ.કેન્દ્ર રંગપર ના ઇન્ચાર્જ ડૉ. જીગ્નેશ પંચાસરા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ રાઠોડ, આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા તથા સાથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા રંગપર તાબાના વિવિધ ગામોમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગો જેવા કે ઝાડા,ઉલ્ટી,કમળો ,ટાયફોઈડ વગેરે ન થાય તે માટે પ્રા. આ.કેન્દ્ર રંગપર વિસ્તારના તમામ સંપ અને ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી. તેમજલોકોને ચોખ્ખું અને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે મળી રહે તેથી તમામ સમ્પ ની મુલાકત કરીને કલોરીનેશન ચેક કરવામાં આવ્યું હતું. જરૂર જણાયેલ ત્યાંગામના સરપંચને પણ કલોરીનેશન બાબતે જાગૃત કરીને જાણ કરવામાં આવ્યા હતા.

- text

- text