મોરબીમા સિરામિકનો ઉઘારમાં માલ લીધા બાદ ચેન્નાઈના વેપારીએ નાદારી નોંધાવતા કોર્ટે અરજી ફગાવી

- text


વેપારી નાદાર થવા અંગેનો પુરાવો રજુ ન કરી શકતા કોર્ટે અરજી રિજેક્ટ કરી

મોરબી : મોરબીની સીરામીક ફેકટરીઓ પાસેથી ઉધારમાં માલ લઈને બહાર રાજ્યોના વેપારીઓ નાદાર બની જતા હોય છે અને નાણા ચૂકવવા ન પડે તે માટે પોતાની નાદારી જાહેર કરતા હોય ત્યારે આવા એક કિસ્સામાં કોર્ટે વેપારીને લપડાક આપી છે. જેમાં મોરબી સીરામીક ટાઈલ્સની નામાંકિત ૯ ફેકટરી પાસેથી લાખો રૂપિયાનો ઉઘારમાલ ખરીદ કરી ચેન્નાઈના વેપારીએ ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં નાદારી અરજી કરી જે વેપારી નાદાર થવા અંગેનો પુરાવો રજુ ન કરી શકતા કોર્ટે આ નાદારી અરજી રીજેકટ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ભારતના દક્ષિણ રાજયના ઘણાખરા વેપારીઓ ગુજરાતમાંથી ઉધારમાલ લઈ ખોટા બહાનાઓ બનાવી ત્યાંથી સ્થાનિક લોકલ કોર્ટમાં નાદાર થવા અંગે અરજી કરતા હોય છે. જેથી ગુજરાતના વેપારીઓ ત્યાંની કોર્ટમાં હાજર ન થતાં હોય જે કારણોસર આવા વેપારીઓ ઉઘાર પૈસા ન દેવામાં સફળ થતાં હોય છે. આવા જ બનાવમાં મોરબી સીરામીક ટાઈલ્સના નવ જેટલી નામાંકિત ફેકટરી પાસેથી લાખોનો ઉઘાર માલ લઈ ચેન્નાઈના રોયલ એન્ટરપ્રાઈઝ નામના વેપારી જાવેદ અહેમદ દ્વારા ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં નાદાર થવા અરજી કરતા જેમાં નાદાર થવા માટેના વેપારીએ મુખ્ય કારણો કોર્ટમાં દર્શાવ્યા હતા.

વેપારીએ કોર્ટ નાદાર થવાના પુરાવા રૂપે આપેલા કારણો મુજબ વેપારીએ ખરાબ ગુણવતાવાળી ટાઈલ્સનું વેચાણ કરવામાં આવેલ હોવાથી, સનેઃ૨૦૧૫માં ચેન્નાઈમાં પુરપ્રકોપ, હોનારત આવેલ હોવાથી ટાઈલ્સનો જથ્થો ખરાબ થઈ ગયેલ હોવાથી ટાઈલ્સના ધંધામાં આર્થિક મંદી આવેલ હોય અને કેન્દ્ -સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવેલ હોવાથી વેપારીને ધંધામાં ખૂબ જ નુકશાન થયેલ હોવાના કારણે શાહુકારો પાસેથી ૧૫% વ્યાજે રૂપિયા લઈ ધંધો કરવાની ફરજ પડેલ છે. તે ઉપરાંત મોરબીના ટાઈલ્સના વેપારીઓ દ્વારા, ફોન કોલ દ્વારા, તેમજ તેમની પરદાનશીન પત્નિ અને સ્કુલે જતા બાળકો તેમજ વેપારીઓ દ્વારા ગુંડાઓ મોકલતા હોવાના કારણે, વારંવાર ધમકીઓ આપતા હોવાના કારણે મારે આ હાલની નાદારી અરજી કરવાની ફરજ પડેલ છે.

- text

આ કામમાં મોરબી એસોશીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાની સેગમ ટાઈલ્સ પ્રા.લી.ના એડવોકેટ રમેશ બી. દાવડા દ્વારા ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં લેખિતમાં રજુઆત કરી કોર્ટને જણાવેલ કે અમારી કંપની પાસેથી હાલના અરજદાર સને:૨૦૧૯માં ઉઘારમાલ ખરીદ કરેલ તેમાંથી ૫૦% રકમ જેવું પેમેન્ટ આપી બાકીની રકમ ચેક દ્વારા પુરી કરીશું જે ચેક બેંકમાં વસુલવા માટે નાંખેલ તે રીર્ટન થતાં આ કામના વેપારીને નોટીસ આપેલ. જે નોટીસના જવાબમાં તેમના વકીલ જી.દયાશંકર મારફત જવાબ મોકલવામાં આવેલ અને છ મહિનામાં ચેક મુજબની રકમ પુરી કરી આપીશું. તેવું નોટીસમાં જણાવેલ. સમય થતાં રોયલ એન્ટરપ્રાઈઝ સામે મોરબી કોર્ટમાં ૧૩૮ મુજબનો કેસ દાખલ કરેલ હોય અને જે મેટર આરોપીના વોરંટ ઉપર હોય 1થી હાલના સ્ટેજે અરજદાર દ્વારા કરવામાં આવેલ જે ચાલવાપાત્ર કે ટકવાપાત્ર ન હોય. આ રજુઆત સાંભળી ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટના જજ સચ્ચિદાનંદ સાહેબ દ્વારા અરજદાર દ્વારા નાદાર થવા અંગેના કોઈ લેખિત પુરાવા રજુ ન કરી શકતા કોર્ટે નાદારી અરજી રીજેકટ કરી છે. આ કામમાં સેગમ ટાઈલ્સ પ્રા.લી. મોરબી વતી એડવોકેટ તરીકે રમેશ બી. દાવડા, ડી.કે. શેઠ તથા પુનમબેન ગોસ્વામી રોકાયેલ હતા.

- text