ટીમ્બડી નજીક લૂંટ કેસમાં પેટ્રોલપંપ કર્મચારી જ ફૂટેલ નીકળો, બે ઝડપાયા, એક ફરાર

- text


પેટ્રોલપંપમા લૂંટ કરવા લાંબા સમય પહેલા જ પ્લાન બનાવાયો હતો એક કાયદા સંઘર્ષના આવેલ કિશોર પણ પોલીસની હાથવેંતમાં 

મોરબી : મોરબીના ટીમ્બડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવાના આવેલા બે બાઈક ચાલકોએ પેટ્રોલપંપના કર્મચારીને કટરના ઘા ઝીકી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 48 હજારની લૂંટ કરવામાં બનાવમાં મોરબી ક્રાઇમબ્રાન્ચે ગણતરીની લૂંટનો ભેદ ઉકેલી નાખી બે આરોપીઓને ઝડપી લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.બીજી તરફ પેટ્રોલપંપમાં કામ કરતા કર્મચારીએ જ લાંબા સમયથી લૂંટની યોજના બનાવ્યાનુ તપાસમાં સામે આવ્યું છે.

બનવા અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ટીમ્બડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપમાં ગઈકાલે વહેલી સવારે પલ્સર બાઇકમાં હેલ્મેટ પહેરીને બે શખ્સ પેટ્રોલ પૂરાવવા માટે આવ્યા હતા અને પેટ્રોલ પૂરાવ્યા બાદ પેટ્રોલપંપના કર્મચારી રાહુલસિંગ વિક્રમસિગની પાછળ પાછળ ઓફિસમાં ઘુસી જઈ નાના કટર જેવા હથિયારથી જમણા હાથમાં છરકો કરી ઇજા કરી હતી અને ઓફિસમાં પડેલ વકરાના રોકડા રૂપિયા 48 હજારની લૂંટ કરી લૂંટારુઓ નાસી ગયા હતા.

લૂંટની ઘટના અંગે પેટ્રોલપમ્પ માલિક રોહીતભાઇ દુર્લભજીભાઇ છનીયારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી એલસીબી ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી નાખી લૂંટ ચલાવનાર આરોપી નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત, રહે. બેનીરી થાળુ તા.ઠોણઢ જી.અજમેર રાજસ્થાન અને ઠાકુરસીંગ ભૈરવસીંગ રાવત, રહે.ભીમગામ થાણૂ ભીમ,જીલ્લો – રાજસ્મંદ, રાજસ્થાન નામના બે શખ્સને દબોચી લઈ આ ગુન્હામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- text

વધુમાં પોલીસ તપાસના ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં પેટ્રોલપંપના કર્મચારીએ ટ્રક ચાલક અને રાજસ્થાનના વતની અન્ય આરોપીઓની મદદથી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું અને આ લૂંટ કેસમાં હજુ આરોપી નવદીપસિંહ ઉર્ફે નિરુ. રાવત ફરાર હોય આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.

દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 3 મોબાઈલ કિંમત રૂપિયા 15 હજાર, 60 હજારનું પલ્સર બાઈક, એક હેલ્મેટ સહિત રૂપિયા 1,23,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચિયા, એ.ડી.જાડેજા તેમજ એલસીબી, પેરોલ ફરલો સ્ક્વોડ સહિતના સ્ટાફે કરી હતી.

- text