ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા 20 ઓગસ્ટે વિચાર ગોષ્ઠિનું આયોજન

- text


મોરબી : आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું 350 મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે वर्तमान भारतके परिप्रेक्ष्यमें छत्रपति शिवाजी महाराजकी शुरवीरता, शासनव्यवस्था और सुराज्यका महत्व વિષય પર એક વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિચારગોષ્ઠીના વક્તા તરીકે 20 થી વધુ દેશોમાં જેમણે પ્રવાસો કર્યા છે તેવા NIT ના પૂર્વ પ્રાધ્યાપક અને અનેકવિધ પુસ્તકોના લેખક, ચિંતક અને વક્તા સદાનંદજી સપ્રે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આગામી 20 ઓગસ્ટ ને રવિવારે સાંજે 5:30 કલાકે મોરબીના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ, પહેલો માળ જી.આઈ.ડી.સી સનાળા રોડ મોરબી ખાતે યોજાશે. શહેરના પ્રબુદ્ધજનોને આ વિચારગોષ્ઠીમાં જોડાવા માટે ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.નં. 9879024410) તથા સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ (મો.નં. 9879763630) આહ્વાન કર્યું છે.

- text

- text