મોરબીની માધાપરવાડી કન્યા શાળાએ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુ

- text


મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા શાળાનો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં ડંકો વગાડ્યો છે. માધાપરવાડી કન્યા શાળામાં ધોરણ 8 ના બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત જૂન માસમાં જ્ઞાનસાધના કસોટી લેવામાં આવી હતી જેમાં હારા નિતીનભાઈ પરમાર,સંજના ભરતભાઇ નકુમ, કિંજલ કરશનભાઈ હડિયલ, જુગની રમેશભાઈ નકુમ,રસ્મિતા હસમુખભાઈ ચાવડા, પૂજા શાંતિલાલ ડાભી, નિરાલી ભીમજીભાઈ ડાભી, રાધિકા રમેશભાઈ હડિયલ, ડિમ્પલ રાજેશભાઈ ચાવડા, સરસ્વતી રમેશભાઈ કંઝારીયા, નેહલ ભાવેશભાઈ કંઝારીયા,ધ્રુવીતા મહેશભાઈ ડાભી, ઉર્મિલા બેચરભાઈ પરમાર, નિરાલી મહાદેવભાઈ હડિયલ વગેરે 14બાળાઓનો મેરિટમાં સમાવિષ્ટ થતા મોરબી જિલ્લામાં માધાપરવાડી કન્યા શાળાએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તમામ બાળાઓ હાલ ધોરણ 9 જે માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે એ શાળાઓમાંથી શિષ્યવૃતિ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી આપવામાં આવી છે. તમામ બાળાઓને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર દ્વારા ધન્યવાદ પાઠવવામાં આવ્યા છે.

- text

- text