મોરબીના નારણકા ગામે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના નારણકા ગામે પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત શિલાન્યાસ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરો કા વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

નારણકા પ્રાથમિક શાળામાં “મારી માટી, મારો દેશ” અંતર્ગત સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી લઈ હાથમાં દીવા પ્રજ્વલિત રાખી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેમજ ગામના આગેવાનો દ્વારા 75 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. બાળાઓએ સાંમૈયા દ્વારા માટીના કળશનું સ્વાગત અભિવાદન કર્યું હતું. 75 દિપ પ્રગટાવી ભારતમાતાનું પૂજન અને દેશનેતાઓ ક્રાંતિવિરોના બલિદાનોને નમન વંદન કર્યા હતા. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા દેશભક્તિ, દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે નારણકા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી જયદીપભાઈ જોગલ, પ્રાથમિક શાળાના શિક્ષિકા, ગામના અગ્રણી અમિતભાઈ બોખાણી, નિલેશભાઈ મેરજા, દેવરાજભાઈ મેરજા, દિલીપભાઈ દાવા, મનસુખભાઈ મેરજા, જિજ્ઞેશભાઈ મેરજા, અમિતભાઈ, જયેશભાઈ મેરજા હારૂનભાઈ જુણેજા સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text