આમા ભૂગર્ભમાંથી પથ્થરને ગોદળા જ નીકળે હીરામોતી ન નીકળે !

- text


કન્યા છાત્રાલય રોડ ઉપર ભૂગર્ભનું ઢાંકણું ફિટ ન કરવામાં આવતા જનતા ઉપર જોખમ 

મોરબી : મોરબીમા ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ગટરમાંથી ગોદળા અને મોટા પથ્થર નીકળતા હોવાના તંત્રના દાવા વચ્ચે કન્યા છાત્રાલય રોડ ઉપર લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું ઢાંકણ જ તૂટી ગયું હોય જનતા ઉપર જોખમ ઉભું થયું છે અને આવી ખુલ્લી ગટરમાં મોટા પથ્થર ન નીકળે તો જ સવાલ કહેવાય તેવી સ્થિતિ હોવાનું જણાય રહ્યું છે.

મોરબી પાલિકા તંત્ર લોકોને સુવિધા આપવાને બદલે દુવિધા આપવા જ કામ કરી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે કન્યા છાત્રાલય રોડ ઉપર લાંબા સમયથી તૂટી ગયેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ફિટ કરવા તસ્દી લેતું નથી. કન્યા છાત્રાલય રોડ ઉપર દરરોજ હજારો વાહનોની અવર જવર સાથે અહીંથી 4 મોટી સ્કૂલોના છાત્રોની પણ સતત અવરજવર રહેતી હોવા છતાં પાલિકા તંત્ર એક ઢાંકણ નાખી શકતું નથી.

- text

બીજી તરફ ઉભરાતી ભૂગર્ભ ગટરમાં લોકો પથ્થર અને ગોદળા નાખતા હોવાના બહાના તંત્ર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે રોષે ભરાયેલ લોકો આવી સ્થિતિમાં ધૂળ સહિતનો કચરો ઢાંકણ વગરની કુંડીમાં જતો હોય ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતી હોવાનું પણ જણાવી રહ્યા છે.

- text