મોરબીના ગાળાથી ખીરઇ સુધીમાં ગુજરાત ગેસ કંપનીએ હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

- text


ગેસ કંપીનને 5 હજાર ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી ? વન વિભાગ સમક્ષ આરટીઆઇ

મોરબી : મોરબી જિલ્લામા ગુજરાત ગેસ કંપની દ્વારા 5 હજાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોય આ વૃક્ષો કાપવાની મંજૂરી વનીકરણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી કે કેમ તે અંગેની માહિતી અરજદારે સામાજિક વનીકરણ કેન્દ્ર પાસેથી માંગતા તંત્ર દોડતું થયું છે.

મોરબીના જુના નાગડાવાસના વસંતભાઈ રાણાભાઈ રાઠોડે આરટીઆઈ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ કેન્દ્ર, મોરબી પાસેથી આ અંગે માહિતી માંગતા જણાવ્યું છે કે, એમ.એસ. ગુજરાત ગેસ કંપનીને મોરબી જિલ્લાના ગાળા ગામથી માળીયા (મી.)ના ખીરઈ ગામ સુધી લાઈન બીછાવવા નેશનલ હાઈવે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં સામાજિક વનીકરણ કેન્દ્ર દ્વારા 7 કિલોમીટર સુધી વનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 5 હજાર વૃક્ષોનું ગેસ કંપની દ્વારા નિકંદન કાઢવામાં આવ્યું છે. તો આ વૃક્ષો કાપવાની મંજૂરી સામાજિક વનીકરણ કેન્દ્રની કચેરી દ્વારા આપવામાં આવી હતી કે કેમ અને કંપનીએ કોઈ ફી ભરી હોય તો તેના પુરાવા આપવામાં આવે. આમ અરજદારે સામાજિક વનીકરણ કેન્દ્ર પાસેથી આ અંગે માહિતી માંગી છે.

- text

- text