હળવદમા સ્ટેટ મોનીટરીંગ સ્ક્વોડના દરોડા બાદ પણ ખાણ માફિયા બેખૌફ : એલસીબી ટીમે ત્રણ હિટાચી અને બે હોડકા જપ્ત કર્યા

- text


હળવદ તાલુકાના ટિકર ગામે બ્રાહ્મણી નદીમાં ચાલતા ગોરખધંધા ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, ખાણ ખનિજને જાણ કરી

હળવદ : હળવદ પંથકમાં સફેદ સોનુ એટલે કે ભોગાવો પ્રકારની રેતીનો પુષ્કળ ખજાનો ખનીજ માફિયાઓની નજરે ચડી જતા ખુલ્લે આમ ખનીજ ચોરી થઈ રહી છે, જો કે તાજા ભૂતકાળમાં રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વ્યાપક દરોડા પાડવા છતાં રેત માફિયાઓને કોઈ અસર પડી ન હોય તેમ હળવદના ટિકર નજીક બ્રાહ્મણી નદીમાં ફરી રેતી ચોરવાનું શરૂ થતા મોરબી એલસીબીએ દરોડો પાડી ત્રણ હિટાચી મશીન તેમજ બે હોડકા કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.

- text

મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચિયા, એ.ડી.જાડેજા તેમજ એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના ટિકર ગામની બ્રાહ્મણી નદીમાં દરોડો પાડી ગેરકાયદે રેતી કાઢી રહેલા તત્વો ઉપર ધોસ બોલાવી રેતી ચોરી માટે ઉપયોગમાં લેવાતા ત્રણ હિટાચી મશીન અને બે હોડકા સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રેતીની ખનીજ ચોરી મામલે મોરબી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.

- text