મોરબીના ગોરખીજડિયા ગામના પાટિયા નજીકથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીમાં દહાડે દિવસે ઝનૂનીઓ ઘાતક હથિયાર સાથે ઝડપાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ગોર ખીજડિયા ગામના પાટિયા નજીકથી મોરબીના શખ્સને મેગેજીન વાળી પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે ગોર ખીજડિયા ગામના પાટિયા પાસેથી મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા આરોપી શાહરુખ હનીફભાઈ ચાનીયા ઉ.22 નામના શખ્સને હાથ બનાવટની મેગેજીન વાળી પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text