હળવદ નજીક પાવર હાઉસમા ઘાસ બાળવાની દવા છાંટવામાં આવતા અનેક ખેડૂતોના પાકને અસર

- text


કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી સામે આવતા મોરબી ખેતીવાડી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ : વિજ્ઞાનીકો મારફતે સર્વે કરાશે

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામ નજીક આવેલ 400 કેવી વીજ સબસ્ટેશનમાં ઉગી નીકળેલા ઘાસને બાળવા માટે કોન્ટ્રાકટરે દવા છાંટતા આ દવાની અસરથી આજુબાજુના અનેક ખેતરોમાં લહેરાતો ખેડૂતોનો ઉભા પાકને માઠી અસર પહોંચતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે અને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી આગામી સોમવારે વૈજ્ઞાનિકની ટિમ મારફતે તપાસ કરવાની સાથે નુકશાનીનો આંકડો મેળવવા સર્વે કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના માનસર પાસે આવેલ 400 કેવી વીજ સબસ્ટેશનમાં હાલમાં ચોમાસામાં ઉગી ગયેલ ઘાસ કાપવાને બદલે કોન્ટ્રાકટર દ્વારા ઘાસ બાળવાની દવાનો છંટકાવ કરવામાં આવતા આ દવાની અસર હેઠળ આજુબાજુમાં આવેલ અનેક ખેડૂતોના ખેતરમાં લહેરાતા કપાસના પાક તેમજ દાડમીન બગીચાને માઠી અસર પહોંચતા ખેડુતોમાં દેકારો બોલી ગયો હતો અને બનાવ અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરવામાં આવતા ખેતીવાડી વિભાગ પણ દોડતો થયો છે.

આ ગંભીર બનાવ અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણનો સંપર્ક સાધવામાં આવતા તેમને બનાવ બન્યો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ બનાવ અંગે આગામી સોમવારના રોજ વૈજ્ઞાનિક ટીમની હાજરીમાં તપાસ કરવામાં આવશે. કોન્ટ્રાકટરે કઈ દવા છાંટી હતી, કેટલા ખેડૂતોને અસર પડી છે તે સહિતની બાબતો ચકાસવામાં આવી રહી છે, વધુમાં ખેડૂતોને થયેલ નુકશાન અંગે માપણી કરાવી કેટલા ખેડૂતોના પાકને નુકશાન થયું છે તે અંગે પણ તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text

- text