હળવદની એચએફ ગાય રાજસ્થાનમાં રૂ. 3.51 લાખમાં વેચાય

- text


હળવદ : સારી ઓલાદવાળી ગીર ગાયની જબરી ડિમાન્ડ છે ત્યારે હળવદ પંથકની ગીર ગાયના ક્રોસ બ્રિડથી જન્મેલી એચએફ ગાયના વેચાણ થકી પશુપાલકને તગડી કિંમત મળી હતી. જેમાં હળવદના કવાડિયા ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ દાનભાઈ ગઢવીને ભેંસો અને ગાયોનો તબેલો છે. તેમાં ગાયો અને ભેંસોની ખૂબ જ દેખભાળ કરવામાં આવે છે. ત્યારે અશોકભાઈ ગઢવીના તબેલામાં રહેલી એચએફ ગાય રાજસ્થાનના અજમેરના ખરીદદારને રૂ. 3.51 લાખમાં વેચવામાં આવી હતી.

- text

- text