કાલે બુધવારે મોરબીના મુનનગર, ચિત્રકૂટ અને વાવડી રોડ વિસ્તારોમાં વીજ કાપ

- text


મોરબી : મોરબી શહેરમાં શહેર પેટા વિભાગ 1 અને 2 હેઠળ આવતીકાલે તારીખ 9 ઓગસ્ટ ને બુધવારના રોજ નવા કનેક્શનની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મુનનગર અને ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

પીજીવીસીએલ મોરબીના જણાવ્યા મુજબ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મુનનગર ફીડર સવારે 7.30 થી બપોરના 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે આ ફીડર હેઠળના ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2, 3 અને 4 નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

એ જ રીતે મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ચિત્રકૂટ ફીડર સવારે 7.30 થી બપોરના 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડર હેઠળના માધાપર, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, ઘાંચી શેરી, મંગળભુવન, રોહિદાસપરા, ચાર ગોડાઉન, અંબિકા રોડ, નવડેલા રોડ, તખ્તસિંહજી રોડ વિગેરે વિસ્તાર, તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

ઉપરાંત વાવડી રોડ ફીડરમાં સવારે 9 થી 11 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેમાં વાવડી રોડ પરના વિસ્તારો જેવાકે ક્રિષ્ના પાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા. સોમૈયા સોસા, ગાયત્રી નગર, અમૃત પાર્ક, અશોકપાર્ક વિગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text