માત્ર રૂ. 289માં રૂ. 5 લાખનો વીમો અને રૂ.50 હજારનો મેડિકલેમ : પોસ્ટ દ્વારા ખાસ કેમ્પ શરૂ

- text


 

મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ ખાતે તા.31 ઓગસ્ટ સુધી દરરોજ આકસ્મિક વીમા પોલિસીનો કેમ્પ

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ પોસ્ટ ઓફિસમાં “અંત્યોદય શ્રમિક વીમા સુરક્ષા યોજના” શરૂ કરવામાં આવેલ છે જેમાં “ઈ-શ્રમ કાર્ડ” ધરવતા દરેક વ્યક્તિ માટે એક વર્ષ ના માત્ર રૂ. ૨૮૯ તથા રૂા.૪૯૯ જેવા નજીવા પ્રિમિયમમાં રૂા. 5 લાખ અને 10 લાખના આકસ્મિક વિમા સાથે 50 હજાર- અને 1 લાખ સુધીના દવાખાનામાં મેડિકલ ક્લેમ સાથે બીજા પણ અનેક લાભો મળશે.

આ કેમ્પમાં વીમા પોલિસી ઉતારનાર વ્યક્તિ પાસે ઈ શ્રમ કાર્ડ ન હોય તો એ વ્યક્તિને કેમ્પમાં જ ઈ શ્રમ કાર્ડ તુરંત ફ્રીમાં કાઢી આપવામાં આવશે. જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ સાથે મોબાઇલ તેમજ ઈ શ્રમ કાર્ડ હોય તેને સાથે રાખવાનું છે.

- text

આ કેમ્પ તા -૦૩-૦૮-૨૦૨૩ થી ૩૧-૦૮-૨૦૨૩ સમય સવારે ૦૭:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે તેમજ મોરબીના અન્ય સ્થળોએ દરરોજ રાખવામાં આવશે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબીની જાહેર જનતાને નિમંત્રણ છે. તમામ કામગીરી કેમ્પમાં ઝડપથી થાય તેવું સરસ આયોજન કરવામાં આવ્યું છે. તેમ મોરબી મેઇન પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર પરાગભાઈ વસંતની યાદીમાં જણાવાયું છે.

- text